ગુરુવાર, 11 એપ્રિલ, 2019

ભમવાતા મારે બરડાના ડુંગરા



ભમવાતા મારે બરડાના ડુંગરા

. મારે કોઈની રાહ વિના ભમવાતા બરડાના ડુંગરા,

મારે એ જંગલનીએ ગલીએ-ગલી જોવી હતી.

જોવા હતા મારે એ બરડાની કોતરોને બરડાના પહાડો,

જોવા હતા એ મારે બરડાના હસતાએ ઝરણાઓ.

જોવું હતું એ મારે હસતું એ આભપરા શિખર,

કુંજલડીની આકાશ મહી ઉડતીએ હાર મારે ગણવી હતી.

ત્યાં ડાળે ઝૂલતી કોયલને મારે દિલડાની વાત કહેવીતી,

સાંભળવાતા ડુંગરોની વચ્ચે જઈને સાવજના ડણકારા.

વેરાયા બોલ મારા આકાશમાં એકલો હું પડ્યો,

મારે એ જંગલની ગલીએ-ગલી જોવી હતી.

આખી જીંદગી મારે ભમવાતા બરડાના ડુંગરા
                                        
                                                                       -જયસુખ કુછડીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સોશિયલ મીડિયામાં ડૂબી રહેલી યુવા પેઢી.

                                                                                                                                   -...